બિહારમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષા સંદર્ભમાં અનિયમિતતા બાબતે વિદ્યાર્થીઓએ આંદોલન ચાલુ કર્યા છે. છેલ્લાં બે દિવસથી ઘણી ટ્રેનોનો તેની અસર થઇ છે અને આ ઘટનામાં ઘણાં લોકોની ધરપકડ પણ થઇ છે.
આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા બિહારનાં ગયા ખાતે ટ્રેનમાં આગ લગાવી દેતાં હડકંપ મચી ગયો હતો. ગતરોજ પણ અર્રાહ ખાતે એક પેસેન્જર ટ્રેનને વિદ્યાર્થીઓએ આગ લગાવી હતી, જેમાંથી પેસેન્જરને મહામહેનતે બચાવવામાં આવ્યા હતા. ત્યારે આંદોલનકારીઓની આવી હરકતને કારણે તંત્ર પણ સખ્ત બન્યું છે.
#WATCH | Students protesting against alleged irregularities in a railway exam set a train on fire in Gaya, Bihar earlier today
"Railway tracks were also damaged which are being repaired. Senior officers from Railways have reached the spot," said SSP Aditya Kumar pic.twitter.com/7lVkedvmKm
— ANI (@ANI) January 26, 2022
મહત્વનું છે કે, રેલ્વે તંત્રએ ડેમેજ થયેલા ટ્રેક્સને ફરી રિપેર કરી દીધા છે. સાથે જ મોટાભાગની ટ્રેનોને સમયસર ચાલુ પણ કરી દીધી છે, ત્યારે તંત્રને નુકસાન કરતાં તત્વોને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું છે.