Wednesday, July 6, 2022
Google search engine
HomeIndiaPM મોદી સુરક્ષા મામલો: જાણો, સુપ્રીમ કોર્ટે આજે શું કહ્યું?

PM મોદી સુરક્ષા મામલો: જાણો, સુપ્રીમ કોર્ટે આજે શું કહ્યું?

નવી દિલ્હી: પંજાબમાં વડાપ્રધાન મોદી સાથે થયેલી સુરક્ષામાં ચૂકનાં મામલે આજરોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે ખાસ કમિટિની રચના કરવા જણાવ્યું છે, જેના તમામ રેકોર્ડ પંજાબ હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સુરક્ષિત રાખવામાં આવશે.

આ સાથે જ હવે મામલાની આગળની સુનાવણી સોમવારે થશે. આજની આ ખાસ સુનાવણી જસ્ટિસ રમન્નાની બેચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીનો સમાવેશ થાય છે.

પંજાબ સરકારે કાયદાકીય સ્તરે કરવું પડશે પાલન

વરિષ્ટ વકીલ મનિન્દર સિંહે આ મામલે સરકારનો પક્ષ રાખ્યો હતો. મનિન્દર સિંહે કહ્યું કે, આ એક જવાબદારી છે. આમાં કોઈ સંકોચ ન હોઈ શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, માત્ર કાયદો અને વ્યવસ્થાનો જ નહીં, જેના કારણે રાજ્ય સરકારે કાયદાકીય સ્તરે તેનું પાલન કરવું પડશે.

વધુમાં તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને વડાપ્રધાનની સુરક્ષા મામલે આ મોટી ખામી કહી શકાય, જેની એક ચોક્કસ અને સ્પષ્ટ તપાસ જરૂરી છે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments