જાતિવાદ અને તેને લગતી સમસ્યાઓ ભારતમાં વર્ષોથી છે અને કદાચ તે ક્યારેય પૂરી નહીં પણ થાય. તમિલનાડુની આવી જ એક સત્ય ઘટના બની છે ફિલ્મ ‘જય ભીમ’. તમિલ સ્ટાર સૂરિયા શિવકુમાર આ ફિલ્મમાં લીડ રોલમાં છે, જેમાં તેઓ જસ્ટિસ ચંદ્રુ કે જે એક સમયે વકીલ હતા, તેમનો રોલ નિભાવી રહ્યા છે.
વકીલ કે. ચંદ્રુનાં જીવન પર આધારિત છે ફિલ્મ
હાલમાં જસ્ટિસ ચંદ્રુ તરીકે પ્રખ્યાત એવા કે. ચંદ્રુનાં જીવન પર આ ફિલ્મની વાર્તા છે. તેઓ વકીલાત દરમિયાન એક એવો કેસ હાથમાં લે છે, જેને પોલીસ દ્વારા પૂરી રીતે મેનિપ્યુલેટ કરવામાં આવ્યો છે અને આદિવાસી જાતિનાં લોકોને ખોટી રીતે હેરાન કરીને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે.

વર્ષ 1993માં તમિલનાડુનાં વૃધ્ધાચલમમાં એક ઘટના બને છે, જે કેસરૂપે તે સમયે વકીલ એવા કે. ચંદ્રુ પાસે આવે છે. આ કેસમાં તેઓ કઇ રીતે સત્ય સામે લાવે છે અને કઇ રીતે પોલીસની હરકત સામે લાવે છે, તેના પર આખી ફિલ્મ છે. આ ફિલ્મમાં સૂર્યાની સાથે પ્રકાશ રાજ તથા લિજોમોલ જોસ કે જેઓ મલયાલી એક્ટ્રેસ છે, તેઓ પણ લીડ રોલમાં છે. તમિલ અને તેલુગુ ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
Amazon Prime પર આ ફિલ્મ 2જી નવેમ્બરે રિલીઝ થઇ છે. સાઉથની લેટેસ્ટ રિલીઝમાં આ ફિલ્મ જોવા જેવી છે.