Monday, June 5, 2023
Google search engine
HomeGujaratગુજરાત સ્થાપના દિને ખાસ વડનગરના તળાવમાં યોજાશે આ સ્પર્ધા!

ગુજરાત સ્થાપના દિને ખાસ વડનગરના તળાવમાં યોજાશે આ સ્પર્ધા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પહેલીવાર તળાવમાં તરણ સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત બની રહ્યું છે કે કોઈ તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે. જેમાં ઉત્તર ગુજરાતના સહીતના વિવિધ ક્ષેત્રના લોકો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને આ તળાવ એ જ છે કે, જ્યાં વડાપ્રધાને બાળપણનો સમય વિતાવ્યો હતો.

1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આ નિમિત્તે વડાપ્રધાનના વતનમાં આ સ્પર્ધા થવા જઈ રહી છે. ખાસ કરીને આ સ્પર્ધા ગુજરાતની પ્રથમ હોવાથી મુંબઈથી પણ લોકો ભાગ લેશે ખાસ કરીને સુરત, મહેસાણા સહીતના પંથકના લોકો પણ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. વિજેતા સ્પર્ધકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

જુદા-જુદા પ્રકારના નિયમોને ફોલો કરવાના રહેશે દેમાં 2000 મીટર, 800 મીટર 400 મીટર માટે વિવિધ કેટેગરીમાં આ સ્પર્ધા યોજવામાં આવશે. ખાસ કરીને આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 150 થી પણ વધુ લોકોએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંપરા મુજબ તરવૈયાઓ દ્વારા ધજા ચડાવ્યા બાદ આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવશે.

અનોખી આ સ્પર્ધા એટલા માટે કહી શકાય કેમ કે, અગાઉ આ પ્રકારે સ્પર્ધા યોજાતી રહી છે પરંતુ સ્વિમિંગ પુલની અંદર શહેરોમાં પહેલીવાર આ પ્રકારે તળાવની અંદર આ સ્પર્ધા યોજાવા જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments