ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલાં T20 વિશ્વ કપમાં રવિવાર ભારત માટે શાનદાર રહ્યો હતો. ત્યારે આજરોજ ભારતનાં પડોશી દેશ બાંગ્લાદેશનો પ્રથમ મુકાબલો યુરોપિયન ટીમ નેધરલેન્ડ્સ સામે હતો, જેમાં બાંગ્લાદેશનો 9 રનથી વિજય થયો છે.
આ પહેલાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી અને બાંગ્લાદેશનાં બેટ્સમેનોને મજબૂત બોલિંગ સામે ઢીલા પાડ્યા હતા. બાંગ્લાદેશની ટીમે 8 વિકેટે 144 રન ફટકાર્યા હતા. નેધરલેન્ડ્સ તરફથી મીકરમ અને બાસ ડે લીડે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે વાન બિક અને પ્રિંકલે કિફાયતી બોલિંગ કરીને બાંગ્લાદેશને 150નો સ્કોર પાર કરવા ન દીધો હતો.
ટાર્ગેટનો પીછો કરતાં નેધરલેન્ડ્સએ પ્રથમ વિકેટ 0 રને ગુમાવી હતી. વિક્રમજીત સિંઘ 0 રન ફટકારી આઉટ થઇ ગયા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. તો ડચ ટીમના એકરમેને 62 રન માર્યા હતા.
આ જીત સાથે બાંગ્લાદેશે પ્રથમ મેચ જીતીને વિજયી ખાતું ખોલાવ્યું હતું. આજરોજ બીજા મુકાબલામાં ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા એકબીજા સાથે ટકરાશે.