ગુજરાતમાં હાલ વિવિધ સરકારી પરીક્ષાઓ વિશેનાં છબરડાં સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારનાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યનાં વિવિધ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા રાજ્યમા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરાઈ. આવતીકાલ 28 મી જાન્યુઆરીથી https://t.co/b6HYROV3wH વેબસાઈટ પર ફોર્મ ભરવાની થશે શરુઆત #GOGconnect #Gujarat #gpssb #TalatiCumMantri @CMOGuj @brijeshmeja1 @vmittra pic.twitter.com/XNTdN336R2
— Gujarat Information (@InfoGujarat) January 27, 2022
વર્ગ-3 ની સંલગ્ન આ ભરતીનાં ફોર્મ 28મી જાન્યુઆરીથી OJAS ની સાઇટ પરથી ભરી શકાશે. મહત્વનું છે કે, કુલ 3437 જગ્યાઓ માટે ફોર્મ લેવામાં આવશે, જેમાં 1557 જગ્યા સામાન્ય વર્ગ, 331 EWS સીટ, 851 SEBC અંતર્ગત અને 259 SC તથા 439 ST વર્ગ માટે રિઝર્વ રાખવામાં આવી છે.
આ સાથે જ દિવ્યાંગ ઉમેદવારો માટે 251 સીટ અને માજી સૈનિકો માટે 330 સીટ અનામત છે. આ ભરતી માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.