આજરોજ ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાને ટાટા કંપનીઝને ફરીથી હસ્તાંતરિત કરવામાં આવી છે. ત્યારે ટાટા ગ્રુપ દ્વારા કંઇક ભવ્ય રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે.
Your arrival was much awaited, @airindiain. #AirIndiaOnBoard #ThisIsTata pic.twitter.com/OVJiI1eohU
— Tata Group (@TataCompanies) January 27, 2022
મહત્વનું છે કે, એર ઇન્ડિયા હવે ટાટા ગ્રુપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ પહેલાં ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાને વેચવા કાઢી હતી, ત્યારે અદાણી અને રિલાયન્સ સહિત ઘણાં ગ્રુપ મેદાનમાં હતા.
1953માં સરકારે હસ્તક લીધી હતી કંપની
આ પહેલાં એર ઇન્ડિયાને 1932માં સ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારે તેનું નામ ટાટા એરલાઇન્સ હતું. તે વખતનાં ટાટા ગ્રુપનાં ચેરમેન JRD ટાટા દ્વારા તેને સ્થાપવામાં આવી હતી, અને તેમણે જ પ્રથમ ઉડાન ભરી હતી. વર્ષ 1953માં ભારત સરકાર દ્વારા એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો અને ટાટા એરલાઇન્સનો મેજર સ્ટેક પોતાના હસ્તક લઇ લીધો હતો. ત્યાં સુધીમાં કંપનીનું નામ એર ઇન્ડિયા કરવામાં આવ્યું હતું.

એશિયામાં અને ખાસ કરીને ભારતમાં ટર્બાઇન એન્જિન દ્વારા જેટ યુગનો પ્રવેશ કરાવનાર એરલાઇન્સ એર ઇન્ડિયા હતી. 21 ફેબ્રુઆરી, 1960નાં રોજ એર ઇન્ડિયા દ્વારા પ્રથમ બોઇંગ 707-420ની ઉડાન ભરવામાં આવી અને એશિયા ખંડમાં જેટ યુગનો પ્રારંભ થયો.
ટાટા ગ્રુપનાં ચેરમેને આપ્યો ખાસ સંદેશ
આજરોજ ટાટા ગ્રુપ દ્વારા એર ઇન્ડિયાને પોતાનાં હસ્તક લેવામાં આવી, તે અંતર્ગત ટાટા સન્સનાં ચેરમેન એન.ચંદ્રશેખરન દ્વારા ખાસ સંદેશો આપવામાં આવ્યો હતો. તેમણે એર ઇન્ડિયાનાં તમામ કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું અને જણાવ્યું કે તેઓ સાથે મળીને એર ઇન્ડિયાને વર્લ્ડ-ક્લાસ એરલાઇન બનાવશે.
Message from our Chairman N. Chandrasekaran welcoming @airindiain back. #AirIndiaOnboard #ThisIsTata pic.twitter.com/5AmQRMTXWL
— Tata Group (@TataCompanies) January 27, 2022