દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ બાદ ભારત હવે વેસ્ટ-ઇન્ડિઝ સાથે ODI અને T20 સિરીઝ રમવાનું છે. ત્યારે આ સિરીઝ માટેની ટીમની જાહેરાત આજરોજ કરવામાં આવી હતી. સિનિયર સિલેક્શન કમિટિ દ્વારા કુલ 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આ વખતે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર સ્પીનર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણની ઇન્જરી હોવાથી આરામ આપવામાં આવ્યો છે. આ બંને સિરીઝમાં રોહિત શર્માને કેપ્ટન રાખવામાં આવ્યા છે, જ્યારે KL Rahul વાઇસ કેપ્ટન રહેશે.
Jasprit Bumrah, Mohd. Shami have been rested from the series.
KL Rahul will be available from 2nd ODI onwards.
R Jadeja is undergoing his final stage of recovery post his knee injury and will not be available for the ODIs and T20Is.
Axar Patel will be available for the T20Is.— BCCI (@BCCI) January 26, 2022
આ સાથે જ અક્ષર પટેલને T-20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ બંને સિરીઝ માટેની ટીમો આ રીતે છે.
ભુવનેશ્વરને કરવામાં આવ્યા રિટેઇન
મહત્વનું છે કે, T-20 માટે ભુવનેશ્વરની ખાસ પસંદગી કરાઇ છે, જ્યારે આવેશ ખાન વન-ડેમાં બોલાવાયો છે.સાથે જ હાર્દિક પંડ્યાને પણ ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે.
ODI Series: રોહિત શર્મા(કેપ્ટન), KL રાહુલ (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દિપક હુડા, રિષભ પંત, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન
T-20 Series: રોહિત શર્મા(કેપ્ટન), KL રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર, આવેશ ખાન, હર્ષલ પટેલ