ક્રિકેટ અને ભારત- આ બંને શબ્દ એકબીજાનો પર્યાય છે. ભારતમાં ક્રિકેટનાં પાયા વધુ મજબૂત કરનાર 1983 ના વર્લ્ડ કપ પર બની રહેલી ફિલ્મનું આજે ટિઝર લોન્ચ થયું છે.
કબીર ખાન નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન અને વર્લ્ડકપમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા કપિલ દેવનો રોલ નિભાવતા જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે ઉપરાંત તાહિર રાજ ભસિન, પંકજ ત્રિપાઠી, બોમન ઇરાની, પંજાબી સિંગર હાર્ડી સંધુ, એમી વર્ક સહિત ઘણાં કલાકારો જોવા મળશે.
આ ફિલ્મને કબીર ખાનની સાથે સાજિદ નડિયાદવાલા અને દીપિકા પાદુકોણે પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 30મી નવેમ્બરનાં રોજ રિલીઝ થશે. હિન્દી સહિત મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે.