Sunday, October 2, 2022
Google search engine
HomeEntertainmentઅક્ષય કુમારની આગામી ફિલ્મના ટીઝર પર ઓડિયન્સનો મોળો પ્રતિસાદ- જાણો શું કહ્યું?

અક્ષય કુમારની આગામી ફિલ્મના ટીઝર પર ઓડિયન્સનો મોળો પ્રતિસાદ- જાણો શું કહ્યું?

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી હાલ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે તેમની આગામી ફિલ્મ  ‘પૃથ્વીરાજ’નું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે.

ભારતનાં શૂરવીર લડવૈયા અને અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનાં જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મમાં સોનુ સૂદ પણ અન્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે આ ફિલ્મથી પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે.

 

21 જાન્યુઆરી, 2022નાં રોજ રિલીઝ થશે આ ફિલ્મ
ફિલ્મના ટીઝરમાં અક્ષય કુમાર સૈનિકોની સાથે રણમેદાનમાં જોવા મળે છે. જ્યારે માનુષી છિલ્લર સંયુક્તા તરીકે જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત, આશુતોષ રાણા, સાક્ષી તંવર પણ છે. ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે.

ઓડિયન્સ દ્વારા જોકે ટીઝરને મોળો પ્રતિસાદ મળ્યો હતો અને અક્ષય કુમારનાં રોલની ટીકા પણ કરવામાં આવી છે. કેટલાંક યુઝર દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોલ માટે રણવીર સિંહ અથવા તો શાહિદ કપૂર ફિટ હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments