ક્રિકેટનાં ઉત્સવ સમા IPL વચ્ચે ગતરોજ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. મહત્વનું છે કે, આગામી સાતમી જૂને આ ફાઇનલ મેચ રમાવવાની છે, જે ઇંગ્લેન્ડમાં રમવામાં આવશે.
આ પહેલાં ટીમમાંથી અજિંક્ય રહાણેને બહાર કરવામાં આવ્યા હતા, જ્યારબાદ ફરીથી તેમને સામેલ કરવામાં આવ્યા છે. ટીમનાં અન્ય ખેલાડીઓમાં જાણો કોણ-કોણ સમાવિષ્ટ છે?
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
— BCCI (@BCCI) April 25, 2023
રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ નિભાવશે, જ્યારે બેટ્સમેનમાં શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કે. ભરત અને લોકેશ રાહુલનો સમાવેશ થાય છે. બોલર્સની વાત કરીએ તો સ્પિન એટેકમાં જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલની ત્રિપુટી પસંદ કરાઇ છે, જ્યારે પેસ બોલર્સમાં મોહમ્મદ સિરાજ, શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
BCCI નાં સિલેક્ટર્સ દ્વારા પસંદ કરવામાં આવેલી આ ટીમને રવિ શાસ્ત્રીએ પરફેક્ટ ટીમ ગણાવી છે. તેમણે ટ્વિટ કરી હતી કે, “Best Indian team selected. Well done selectors and team management.”
Best Indian team selected. Well done selectors and team management 🇮🇳 #WTCFinal2023 #TeamIndia pic.twitter.com/olIK46GO96
— Ravi Shastri (@RaviShastriOfc) April 25, 2023
ટીમમાં વાપસી કરી રહેલાં રહાણેએ છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમ્યો હતો. આ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ભારત વિરુદ્ધ 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4932 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેણે 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે.