બોલિવૂડની ફેશન આઇકોન સોનમ કપૂર આહુજા માતા બનવાની છે. અભિનેત્રી ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકને જન્મ આપશે. જેની માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ અને ફોલોઅર્સ સાથે શેર કરી છે. સોનમ કપૂરે તેની કેટલીક મોનોક્રોમ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બ્લેક મેટરનિટી મોનોકિની પહેરીને પતિ આનંદ આહુજાના ખોળામાં માથું રાખીને પોઝ આપી રહી છે. પોતાના ખૂબ જ સ્ટાઇલિશ ફોટો સાથે સોનમ કપૂરે ફેન્સને કહ્યું છે કે તે માતા બનવાની છે.
શેર કરેલા ફોટામાં સોનમ કપૂરનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેને જોયા બાદ અભિનેત્રીના ચાહકો, ફોલોઅર્સ અને મિત્રોએ તેને તેની પ્રેગ્નન્સી માટે અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. સોનમ કપૂરના ફોટા પર કોમેન્ટ કરીને, ઘણાં સેલેબ્સે તેણીની પ્રેગ્નેન્સી પર તેને અભિનંદન પાઠવ્યા છે અને તેના આવનારા બાળક માટે શુભકામનાઓ પાઠવી છે.
View this post on Instagram
ફોટામાં સોનમ અને આનંદ આહુજાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. ફોટો શેર કરતી વખતે, સોનમ કપૂરે તેના બાળક માટે ખૂબ જ સુંદર સંદેશ પણ લખ્યો છે. તેણી લખે છે- ‘ચાર હાથ. અમે તમને મોટા કરવા માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. બે હૃદય, જે તમારી સાથે એકતામાં ધબકશે. એક કુટુંબ જે તમને પ્રેમ અને ટેકો આપશે. અમે તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ શકતા નથી.’ આ સાથે, સોનમ કપૂરે રેડ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી છે.
લાંબા સમયથી સોનમ કપૂરની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અત્યાર સુધી તેણે આ સમાચારની પુષ્ટિ કરી નથી. જો કે, હવે જ્યારે અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરી છે, ત્યારે અભિનેત્રીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. અભિનેત્રીના ચાહકો પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે.