હાલમાં, ક્રિકેટનાં તહેવાર સમાન IPL પેસ-મોડમાં ચાલી રહી છે, ત્યારે વિવિધ ટીમો પર લોકો પોતાનો દાવ લગાવતાં હોય છે. આવા સટ્ટાખોરોને વિવિધ રાજ્યોની પોલીસ અને ACB ની ટીમ પકડી રહી છે, ત્યારે તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી રમી રહેલાં મોહમ્મદ સિરાજે BCCI ને માહિતી આપી છે.
India pacer Mohammed Siraj has reported to BCCI's Anti-Corruption Unit (ACU) about a man who had approached him for gaining inside information during the ODI series between India-Australia in March this year. He immediately reported the matter to Anti-Corruption Unit officials of…
— ANI (@ANI) April 19, 2023
સિરાજનાં જણાવ્યા અનુસાર આ સટ્ટાબાજે તેને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલાં કોન્ટેક્ટ કર્યો હતો અને અંદરની માહિતી માંગી હતી. જોકે, તે કોઇ બુકી ન હતો, પરંતુ હૈદરાબાદનો એક નોર્મલ ડ્રાઇવર હતો, તે સટ્ટો રમવાનો આદતી બની ગયો હતો અને જેના કારણે તે ઘણાં પૈસા હાર્યો હતો.
હાલમાં આંધ્ર પ્રદેશ પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ માહિતી કઢાવવામાં આવી રહી છે.