સોશિયલ મિડિયાનાં પ્રભાવની સાથે શોર્ટ-વીડિયોઝ પણ હાલ ટ્રેન્ડમાં છે. ત્યારે રિજનલ સોંગ અને સિંગરને આનો ઘણો ફાયદો મળ્યો છે. તાજેતરમાં ગુજરાતી સિંગર દેવ પગલી દ્વારા એક હિન્દી ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું, જે પોપ્યુલારિટીનાં મામલે બાદશાહને પણ ટપીને આગળ વધી ગયું છે.
‘Chand Wala Mukhda leke’ ગીત કે જેમાં દેવ પગલી અને બાળ કલાકાર જીગર ઠાકોર લીડમાં જોવા મળી રહ્યા છે અને તે બંનેએ જ અવાજ આપ્યો છે, જે હાલ Instagram પર ધૂમ મચાવી રહ્યું છે.
Instagram માં રિલ બનવા મામલે Makeup Wala Mukhda આગળ
દેવ પગલીનાં આ ગીતે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ અને અન્ય હિન્દીભાષી પ્રાંતમાં ધૂમ મચાવી છે. Instagram પર આ જ ગીત પર 4.7 મિલિયન એટલે કે 47 લાખથી વધુ રિલ બની છે. જ્યારે Badshah નાં વાયરલ ગીત Jugnu પર 541K એટલે કે 5 લાખ 41 હજાર જેટલી રિલ બની છે.
આમ, રિલ બનાવવા બાબતે આ ગીતે બાદશાહને પણ પાછળ છોડ્યા છે.