Monday, June 5, 2023
Google search engine
HomeSportsઆ ભારતીય ક્રિકેટરે લીધા છૂટાછેડા? - જાણો શું છે આ વાઇરલ પોસ્ટનું...

આ ભારતીય ક્રિકેટરે લીધા છૂટાછેડા? – જાણો શું છે આ વાઇરલ પોસ્ટનું રહસ્ય

ભારતીય ક્રિકેટ જગતમાં વર્તમાન સમયનાં ખાસ ખેલાડી એવા શિખર ધવન અને તેમની પત્ની આયેશા મુખર્જીએ આખરે 8 વર્ષનાં લગ્નજીવન બાદ છૂટાં થવાનો નિર્ણય લીધો છે, તેવી વાત સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. ધવનની પત્નીએ Instagram પોસ્ટ દ્વારા આ વાત શેર કરી છે.

2012માં કર્યા હતા લગ્ન

શિખર ધવન અને આયેશાએ ઓક્ટોબર, 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર થયો છે, જેનું નામ ઝોરાવર છે. મહત્વનું છે કે, આયેશાનાં આ બીજા લગ્ન હતાં, જેના પહેલાં લગ્નથી તેને બે દીકરીઓ પણ છે.

છેલ્લાં ઘણાં સમયથી આ બાબતની અફવાઓ ઊડી રહી હતી, ત્યારે આજે આયેશાએ તે વાતો પર વિરામ મૂક્યો છે. મહત્વનું છે કે, આ કપલ ઓસ્ટ્રેલિયામાં રહેતું હતું. આયેશા એક ટ્રેઇન્ડ કિકબોક્સર છે, જે મેલબોર્નમાં રહીને પોતાનાં આ શોખને આગળ વધારી રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments