- ગતરોજ મુંબઇ પોલીસનાં 120 થી વધુ જવાનો કોરોના પોઝિટિવ, 1 નું મૃત્યુ
- કર્ણાટકનાં મુખ્યમંત્રી સહિત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંરક્ષણ મંત્રી કોરોના પોઝિટિવ
- દિલ્હીનાં મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ
- બોલિવુડમાં ધીરે-ધીરે વધતો કોરોનાનો કહેર
છેલ્લાં ઘણાં દિવસથી આ બધી હેડલાઇન આપણે જોઇ રહ્યા છીએ અને લગભગ કોરોનાની ત્રીજી લહેરમાં આપણે સૌ પ્રવેશી ચૂક્યા છીએ. આજરોજ ભારતમાં કુલ 1.68 લાખ કેસ સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે છે. કોરોનાને કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 277 લોકોનાં મૃત્યુ થયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ 33,470 કેસ સામે આવ્યા છે અને કુલ આઠ લોકોનાં છેલ્લાં 24 કલાકમાં મૃત્યુ થયા છે.
Omicron ની વાત કરીએ તો ભારત આખામાં કુલ 4461 કેસ હાલમાં એક્ટિવ છે. તો સારી વાત એ છે કે, છેલ્લાં 24 કલાકમાં 69,959 લોકોની કોરોનાથી રિકવરી થઇ છે અને નેગેટિવ થયા છે. દિલ્હીમાં પણ આંકડો 19,166 જેવો ધરખમ નોંધાયો છે, જેના કારણે આજરોજ દિલ્હીમાં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
શું આ જ છે ત્રીજી લહેર?
ચોક્કસથી, આ સવાલ પૂછવો હવે ગાંડપણ છે કારણકે આપણે ત્રીજી લહેરમાં છેલ્લાં 10 દિવસ પહેલાં જ પ્રવેશી ચૂક્યા અને તેના શરૂઆતી તબક્કામાં છીએ.

આ મામલે વિશ્વનાં ચોકીદાર એવા અમેરિકાની હાલત ખરાબ છે, કારણકે ત્યાં રોજનાં 6 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. ભારતનાં પડોશી દેશો શ્રીલંકા અને મ્યાનમાર હજી માઇલ્ડ સ્ટેજ પર છે, કારણકે ત્યાં રોજનાં 200 થી 300 જ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ યુરોપીયન દેશ સ્પેન, ઇટલી, પોર્ટુગલ અને ગ્રીસની હાલત ખરાબ છે, કારણકે ત્યાં દિવસે ને દિવસે કેસની સંખ્યા વધતી જાય છે.
તાજેતરમાં WHO એ રિપોર્ટ આપ્યો હતો કે Omicron નાં લક્ષણો એટલાં ગંભીર નથી અને તે માઇલ્ડ હોવાથી ગભરાવાની જરૂર નથી. પરંતુ, તેને લઇને બેદરકારી દાખવવી ખરેખર ગંભીર પરિણામો આપી શકે તેમ છે.
શું છે ભારતની પરિસ્થિતિ?
ભારતની વાત કરીએ તો સૌથી વધારે કેસ હાલ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ દિલ્હી, બિહાર, કર્ણાટક અને ગુજરાતમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે.
Uttarakhand | Haridwar district administration has put a complete ban on devotees taking holy dips on 'Makar Sankranti', 14 January. Entry at 'Har ki Pauri' area has also been restricted. Night curfew to be imposed from 10 pm- 6am on Jan 14: Vinay Shankar Pandey, DM, Haridwar pic.twitter.com/5qgTVfGRXW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 11, 2022
મકર સંક્રાંતિ નિમિત્તે હરિદ્વારમાં ગંગા-સ્નાન પર પ્રતિબંધ
મહત્વનું છે કે, આ પરિસ્થિતિ અલાર્મિંગ છે. હાલમાં જો બહાર ન નીકળતાં ઘેરબેઠાં જ કામ થતું હોય, તો બહાર નીકળવાનું ટાળવું જોઇએ અને આવી રહેલાં તહેવાર પણ સંયમ સાથે ઉજવીએ, તો જ આ ત્રીજી લહેરને જલ્દીથી ટાળી શકીશું. હજી ઓક્સિજન બેડ કે એમ્બ્યુલન્સનાં ધક્કા જેવી પરિસ્થિતિ નથી ઉદ્ભવી રહી અને તેને આમંત્રણ પણ નથી આપવું. જ્યારે મુખ્યમંત્રી અને રાજકીય નેતાઓ પણ પોઝિટિવ આવી રહ્યા હોય અને તેઓ ઘરમાં રહેવાની અપલી કરી રહ્યા હોય, ત્યારે આપણે સતર્ક થઇને વાતને યોગ્ય રીતે અપનાવવી જરૂરી છે.