T20 વર્લ્ડ કપનાં બીજા દિવસે વધુ એક નાની ટીમે મોટો અપસેટ સર્જ્યો હતો. બીજા દિવસે ક્વોલિફાઇંગ રાઉન્ડની પ્રથમ મેચમાં જ સ્કોટલેન્ડે વેસ્ટઇન્ડિઝને હરાવીને અપસેટ સર્જ્યો છે.
આ પહેલાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ત્યારે સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરતાં બે વખતની ક્વોલિફાઇંગ ટીમ વેસ્ટઈન્ડિઝ 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાંથી સાત બેટ્સમેન ડબલ ફીગર પણ ક્રોસ નહોતાં કરી શક્યા.
Jones sets the tone!
We can reveal that this 4 from Michael Jones is one of the moments that could be featured in your @0xFanCraze Crictos of the Game packs from West Indies vs Scotland!
Grab your pack from https://t.co/8TpUHbQQaa to own iconic moments from every game. pic.twitter.com/RmCoueKtKJ
— ICC (@ICC) October 17, 2022
સ્કોટલેન્ડનાં મુન્સેએ 53 બોલમાં 66 રન ફટકારી શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વેસ્ટઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 38 રન માર્યા હતા. તો સ્કોટલેન્ડનાં બોલર માર્ક વોટે 3 તો બ્રાડ વ્હિલ અને માઇલક લ્હિસ્કે 2-2 વિકેટ ઝડપી હતી અને 9 બોલ બાકી હતાં, ત્યારે ટીમ ઓલ-આઉટ થઇ ગઇ હતી.
ઝિમ્બાબ્વેએ પણ મેળવી પ્રથમ જીત
ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઝિમ્બાબ્વેની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે હતી, જેમાં ઝિમ્બાબ્વેએ 31 રનથી વિજય મેળવ્યો હતો. મહત્વનું છે કે, ગતરોજ પ્રથમ દિવસે નામિબિયાએ શ્રીલંકાને 55 રનથી હરાવીને વર્લ્ડ-કપનો પ્રથમ અને મોટો અપસેટ સર્જ્યો હતો.