કોરોનાનાં કપરા કાળમાં એવા ઘણાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે, જે કદાચ કોરોના ન હોત તો શક્ય ન બનતા. એવી જ એક ઘટના બની અમેરિકામાં, જ્યાં Josh Wardle નામનાં સોફ્ટવેર એન્જિનિયરે તેમની ગુજરાતી ગર્લફ્રેન્ડ પલક શાહ માટે એક ગેમ બનાવી હતી.
મહામારીનાં સમયમાં ટાઇમપાસ માટે બનાવેલી આ ગેમ આજે અમેરિકાનાં પ્લે સ્ટોર પર ધૂમ મચાવી રહી છે. Wordle નામની આ ગેમ હાલ ઘેર-ઘેર લોકપ્રિય બની ગઇ છે. સાથે જ તેને અલગ-અલગ રીતે એક્વાયર કરવામાં પણ આવી રહી છે.
શરૂઆત પરિવારથી થઇ, ધીમે-ધીમે દેશ આખો રમવા લાગ્યો
Josh Wardle જણાવે છે કે તેમની ગુજરાતી ગર્લફ્રેન્ડ પલક શાહ Spelling Bee અને Crossword રમવા પાછળ ઘેલા થયા અને Josh ને આવું કંઇક બનાવવાનો વિચાર આવ્યો. આ પહેલાં Reddit માટે કામ કરી ચૂકેલા Josh એ ઓક્ટોબરમાં ગેમ એપ બનાવી અને ફેમિલીમાં શેર કરી. પછી અચાનક તેમને કંઇક સૂઝ્યુ અને તેને એપ સ્ટોર પર રિલીઝ કરી અને બે જ મહિનામાં ગેમનાં 3 લાખ યુઝર થઇ ગયા.
છેલ્લાં એક મહિનાથી ટોપ ચાર્ટમાં અને દસ દિવસથી નંબર 1 ની પોઝિશન પર સતત ફ્લેશ કરી રહેલી Wordle ગેમ અમેરિકા સિવાય બીજા દેશોમાં પણ રમાઇ રહી છે. Nintendo Game Boy કે જે પ્રખ્યાત ગેમ ગેજેટ છે, તેના પર પણ આ ગેમ હવે ઉપલબ્ધ છે.
WORDLE is now running on the Game Boy! pic.twitter.com/Zk8aDr7MST
— stacksmashing (@ghidraninja) February 6, 2022
Josh Wardle જણાવે છે કે ગેમની લોકપ્રિયતા વધતાં તે અને પલક પણ નવાં-નવાં ફિચર એડ કરી રહ્યા છે, જેથી લોકોને પણ ગેમ રમવામાં મજા આવે.