આપણાં દેશમાં પ્રાણીઓને માન તો આપવામાં આવે છે, પરંતુ ક્યારેક જાહેરમાં ફરતાં ઢોર-ઢાંખર પ્રત્યે આપણો માનવ સમાજ આંખ પણ મિચકારતો નથી. ત્યારે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બનવા પામી હતી.
ધ્રાંગધ્રાના રાજચરાડી ગામમાં ફરતા રેઢિયાળ એક આખલાને પૂછના ભાગે કોઈ શખ્સે ધારદાર હથિયાર વડે ઘા માર્યો હતો. ત્યારે ઘાયલ થયેલો આ આખલો લોહી લુહાણ હાલતમાં ગામમાં ફરતો હતો. ઇજાથી તરફડતા આખલાને જોઇને ગામના હિતેચ્છુ અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા વકીલ હિતેશ ચાવડાને ગંભીર હાલતમાં ફરતો આખલો નજરે ચડતા તેની સારવાર અર્થે એનિમલ હેલ્પલાઇન નંબર 1962 માં સંપર્ક કરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ બોલવવામાં આવી હતી.
રખડતા ઘાયલ આખલાની સારવાર અર્થે આગળ આવ્યો નવયુવાન
જુઓ, સુરેન્દ્રનગરની આ ઘટના!#Surendranagar #themailerupdate pic.twitter.com/ewIXHnN06J
— The Mailer (@themailerIndia) December 12, 2021
ત્યારબાદ ડૉક્ટર દ્વારા આખલાને બેભાન અવસ્થામાં કરીને તેનું ડ્રેસિંગ કર્યું હતું. પછી જરૂર ઇન્જેક્શન મારી આખલાની સારવાર કરવામાં આવી હતી.