Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratબોલો, હવે ચોરો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં કેબલ પણ ચોરી ગયા!

બોલો, હવે ચોરો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં કેબલ પણ ચોરી ગયા!

સુરતનાં પલસાણા તાલુકાનાં નિયોલ ગામે એક કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઇલેક્ટ્રિક વાયર પાથરવામાં કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને નિયોલ સબ સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુકેલા કોપરના કેબલના રોલ માંથી રાત્રી દરમિયાન 4 થી 5 તસ્કરો કોપરનો કેબલ ચોરી ગયા હતા.

આ ઘટના અંગે જાણ થતાં પરવાનેદાર કંપનીએ પોલીસ ફરિયાદ આપી હતી. ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના નિયોલ ગામે આવેલ જેટકો કંપનીમાં 66 કે.વી. સબ સેન્ટરની પૂર્વ દિશામાં ખુલ્લી જગ્યામાં અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઇલેક્ટ્રિક વાયર પાથરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી સુરતની આર.એસ.ઇલેક્ટ્રિક કંપનીના સબ કોન્ટ્રાકટ રાજેશ પાવર સર્વિસ લિમિટેડ નામની કંપનીએ કોપરના કેબલના રોલ મુક્યા હતા અને આ કિંમતી કેબલના રોલ સાચવવા માટે સાંઈ સિક્યુરિટી કંપનીને સિક્યુરિટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

ગત 4 એપ્રિલના રોજ રાત્રી થી 5 એપ્રિલના સવાર સુધી આ સબ સ્ટેશન નજીક સિક્યુરીટી ગાર્ડ તરીકે જયપ્રકાશ નારાયણ યાદવની નોકરી હતી. તેઓ પોતાની લાઇસન્સ વાળી સર્વિસ ગન લઈ સાઇટ પર નોકરી પર જતાં ત્યારે રાત્રીના અંદાજીત 1 વાગ્યાના અરસામાં કેબલમાં રોલ નજીક માણસોનો અવાજ આવતા તેઓ કેબલ રોલ ચેક કરવા આવ્યા ત્યારે 4 થી 5 ઈસમો કેબલ વાયરને ઉંચો નીચો કરી કાપી રહ્યા હતા, જે જોઈ સિક્યુરીટી ગાર્ડ પોતાની સર્વિસ ગન વળે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ ચોરી કરવા આવેલા ઈસમો ગભરાઇને નજીકની ઝાડીમાં ભાગી છૂટ્યા હતા સિક્યુરિટી ગાર્ડ તરત ઇન્ચાર્જને ઘટનાની જાણ કરતાં તેઓ સ્થળ પર આવી જતા કેબલના રોલનું સિલ કરેલું પતરું કપાયેલુ હતું તેમજ નજીક એક કેબલનો ટુકડો પડ્યો હતો તપાસ કરતા રોલ માંથી 2,83,171 ની કિંમતનો 80 મીટર કેબલ ચોરી થયા હોવાનું બહાર આવ્યુ હતુ ઘટના અંગે રાજેશ પાવર સર્વિસ કંપનીમાં સુપર વાઇઝર મુકેશભાઈ માળીએ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments