ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારત હવે ઇલેક્ટ્રિક વ્હિકલનાં યુગમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે એક મોટી કંપનીએ ભારતમાં તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકન કાર કંપની ફોર્ડ દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી કે ભારતમાં તેઓ ચેન્નાઇ અને સાણંદમાં ઉત્પાદન બંધ કરવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત, સાણંદ પ્લાન્ટ 2021નાં છેલ્લા ક્વાર્ટર જ્યારે ચેન્નાઇ પ્લાન્ટ 2022 વર્ષનાં બીજા ક્વાર્ટરમાં બંધ કરશે.
Ford Restructures India Operations: To cease vehicle manufacturing in Chennai & Sanand; Progressively wind-down manufacturing of vehicles for export at Sanand plant by Q4 2021 & Chennai engine/vehicle assembly plants by Q2, 2022; To continue engine manufacturing for export. pic.twitter.com/E1PXmW7Rgq
— Ford India (@FordIndia) September 9, 2021
ઇલેક્ટ્રિક વ્હિકલ પર કરી રહ્યું છે ફોકસ
ફોર્ડે તેની બીજી એક ટ્વિટમાં જણાવ્યું કે ભારતમાં જેટલો સ્ટોક છે, તે સંપૂર્ણ વેચી નાખવામાં આવશે. પરંતુ, તેના પાર્ટ્સ ઉપલબ્ધ રહેશે. જોકે, કંપનીનું ફોકસ ઇલેક્ટ્રિક અને ગ્લોબલ લેવલનાં વ્હિકલ છે, જેના કારણે તે આ પગલું ભરી રહી છે.
મહત્વનું છે કે, આ પહેલાં અમેરિકન કંપની જનરલ મોટર્સએ 2017માં ભારતમાંથી વિદાય લીધી હતી. આ સાથે જ મિડ-સાઇઝ પેન્થર એન્જિન બનાવતો એન્જિન પ્લાન્ટ ભારતમાં કાર્યરત રહેશે.
ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં હાલ કોમ્પિટિશન વધી રહી છે, ત્યારે સાઉથ કોરિયન કંપની Kia હાલ માર્કેટમાં SUV સાઇઝ મોડલમાં લીડ કરી રહી છે. તો બીજી તરફ, સુઝુકી અને હોન્ડા પહેલેથી જ હેચબેક મોડલમાં લીડ કરી રહ્યા છે.