હાલમાં દરેક બિઝનેસનાં પરિણામો એક પછી એક આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ભારતની એક કંપનીએ 1 બિલિયન ડોલરની રેવન્યુ કલેક્ટ કરી છે. આ રેકોર્ડ બ્રેકિંગ રેવન્યુ સાથે કંપનીએ પોતાના દરેક કર્મચારીને Apple iPad આપવાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે, કંપનીનાં છેલ્લા ક્વાર્ટરનો નફો 48.08% વધવા પામ્યો છે, જે ગત વખતે 116.7 કરોડ હતો, તેમાં વધારો થઇને 224.8 કરોડ થવા પામ્યો છે.
આ સાથે જ આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ રેવન્યુ પણ વધવા પામી છે, જે 2170 કરોડ રૂ. છે. ત્યારે પોતાના આ સેલિબ્રેશનમાં કંપની 80 કરોડથી વધુ રકમ કર્મચારીઓ પાછળ વાપરશે. હાલમાં, Coforge પાસે 21,815 લોકોનો સ્ટાફ છે, જે દરેકને Apple iPad મળશે.
અમેરિકામાં થયેલા બેન્કિંગ ક્રાઇસિસની કોઇ મોટી અસર આ કંપનીનાં કારોબારમાં જોવા મળી નહોતી, જે દર્શાવે છે કે મેનેજમેન્ટ કેટલું સ્ટ્રોંગ છે. આ અંગે કંપનીનાં CEO સુધીર સિંહ જણાવે છે કે, આગામી વર્ષ માટે પણ અમે સારા આંકડાઓ જોઇ રહ્યા છે, જે કંપનીનો ગ્રોથ વધુ મજબૂત કરશે.