Tuesday, May 30, 2023
Google search engine
HomeTrendingBitcoin ને કરન્સીનો દરજ્જો આપનાર આ પ્રથમ દેશ, જાણો વધુ!

Bitcoin ને કરન્સીનો દરજ્જો આપનાર આ પ્રથમ દેશ, જાણો વધુ!

સમગ્ર વિશ્વમાં જ્યારે ક્રિપ્ટોકરન્સીને લઇને હજી અવઢવ છે, ત્યારે સેન્ટ્રલ અમેરિકન દેશ એવા અલ સાલ્વાડોરે ક્રિપ્ટો કરન્સી એવી બિટકોઇનને સત્તાવાર માન્યતા આપી છે.

આ પહેલાં ગત જૂન મહિનામાં અલ સાલ્વાડોરની સંસદે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં Bitcoin ને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવાની વાત હતી. નઇબ બુકેલનાં બિલ રજૂ કર્યાનાં 24 કલાકમાં જ આ ઠરાવ પસાર કર્યો હતો.

Bitcoin હવે અલ સાલ્વાડોરમાં લિગલ ટેન્ડર

અલ સાલ્વાડોરનાં પ્રેસિડેન્ટ નઇબ બુુકેલએ આ અંગે માહિતી આપી હતી. અને સાથે જ સમગ્ર દેશમાં Bitcoin નાં ટ્રાન્જેક્શન માટે ChivoWallet નામની એપ પણ લોન્ચ કરી છે, જે Paytm જેવી છે.

આ એપ દ્વારા દેશનો નાગરિક કોઇપણ રેસ્ટોરન્ટ, થિયેટર કે અન્ય જગ્યાએ સરળતાથી Bitcoin નાં ટ્રાન્જેક્શન કરી શકશે.

આ સિવાય, નઇબ બુકેલ દ્વારા દેશમાં ટ્રાન્જેક્શન માટે કુલ 550 Bitcoin ખરીદવામાં આવ્યા છે, જેનાથી નોર્મલ કરન્સીનો વપરાશ પણ ઓછો થશે. મહત્વનું છે કે, અલ સાલ્વાડોરનાં આ નવા પગલાંને કારણે વર્લ્ડ ઇકોનોમી તથા ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે પણ મોટા ફેરફાર આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments