Monday, May 29, 2023
Google search engine
HomeIndiaજુઓ, કયા દેશ દ્વારા રતન તાતાને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું? જાણીને થશે...

જુઓ, કયા દેશ દ્વારા રતન તાતાને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું? જાણીને થશે ગર્વ!

તાતા ગ્રુપનાં પૂર્વ ચેરમેન અને ભારતનાં લોકપ્રિય ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ એવા રતન તાતાએ ફરીથી દેશનું નામ વિશ્વફલક પર મૂક્યું છે. તાજેતરમાં જ રતન તાતાને ઓસ્ટ્રેલિયા દ્વારા સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર Barry O’Farrell દ્વારા ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે રતન તાતા ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયામાં પણ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અસરકારક ભૂમિકા ભજવી છે, જેના પરિણામે તેમને Order of Australia (Honorary Officer of the Order of Australia) નું સન્માન આપવામાં આવ્યું છે.

રતન તાતાને નવાજી રહેલાં ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર

મહત્વનું છે કે, ભારત સરકાર તરફથી રતન તાતાને વર્ષ 2000માં ‘પદ્મ ભૂષણ’ તથા વર્ષ 2008માં ‘પદ્મ વિભૂષણ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તદુપરાંત, ભારત સહિત વિશ્વની વિવિધ જાણીતી યુનિવર્સિટીઓ દ્વારા પણ રતન તાતાને સન્માન આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તેઓ ફક્ત એક બિઝનેસમેન જ નહીં, પરંતુ શિક્ષાનું અનોખું સંકુલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments