જૂન, 2020માં ભારતે પ્રખ્યાત શોર્ટ વીડિયો એપ TikTok સહિત ઢગલો ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે ભારતનાં પડોશી દેશ એવા અફઘાનિસ્તાનનાં તાલિબાની શાસને આવો જ નિર્ણય લીધો છે. આજરોજ તાલિબાને TikTok પર પ્રતિબંધ મૂક્યો છે.
આજરોજ યોજાયોલી ખાસ કેબિનેટ મિટિંગમાં તાલિબાનોએ આ નિર્ણય લીધો છે. સાથે જ તેમણે સાઉથ કોરિયન ગેમ PUBG પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઇનામુલ્લાહ સમનગની જણાવે છે કે TikTok નું કન્ટેન્ટ તેમના ધર્મની વિરુદ્ધનું છે, માટે તે અમારા દેશમાં ચાલવા ન દેવાય.
મહત્વનું છે કે, આ પહેલાં ધર્મને નામે અફઘાનિસ્તાનમાં ઘણી પોલીસી લાગુ કરવામાં આવી છે, જેમાં મહિલાઓનાં શિક્ષણ પર પ્રતિબંધ, સરકારી કર્મચારીઓને ફરજિયાત દાઢી વધારવાનો નિર્ણય અને ટેક્સી ડ્રાઇવર દ્વારા મહિલા પેસેન્જરને 70 કિ.મી. થી વધારે એકલા ન લઇ જવા પર પ્રતિબંધ જેવા ઘણાં નિર્ણયો લેવામાં આવ્યા છે.