Omicron વેરિએન્ટ જે ઝડપથી ફેલાઇ રહ્યો છે, તે જોતાં દુનિયાનાં દેશો ફરી ચિંતામાં મૂકાયા છે. સાઉથ આફ્રિકાથી ફેલાયેલો આ વાયરસ બોત્સવાના, ઇઝરાયેલ, હોંગ કોંગ, ઇટલી, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ અને ઇંગ્લેન્ડમાં પ્રવેશી ચૂક્યો છે.
Confirmed cases of Omicron variant of coronavirus:
– South Africa
– Botswana
– UK
– Hong Kong
– Italy
– Belgium
– Israel
– Australia— The Spectator Index (@spectatorindex) November 28, 2021
આને પગલે ઇઝરાયેલે ફરીથી પોતાની બોર્ડર બંધ કરી છે. ઇઝરાયેલે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે કે કોઇપણ ફોરેનરને હાલ દેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે. સાથે જ છેલ્લાં કેટલાંક દિવસોમાં ઇઝરાયેલમાં પ્રવેશેલા વિદેશી લોકો અને વિદેશથી આવેલા લોકોનું પણ સઘન સ્ક્રીનિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: નવો વેરિએન્ટ ભારતમાં? દ. આફ્રિકાથી ભારત આવેલા બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ
મહત્વનું છે કે, આ પગલે ભારતે પણ હાલ વિદેશથી આવી રહેલાં લોકોનું સઘન સ્ક્રીનિંગ હાથ ધર્યુ છે અને મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે બહારથી આવી રહેલાં લોકોનો છેલ્લાં 72 કલાકનો નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. સાથે જ કેરળથી છેલ્લાં પંદર દિવસમાં આવેલા વિદ્યાર્થીઓનો પણ ટેસ્ટ કરવામાં આવશે.