Corona નાં નવા વેરિએન્ટ Omicron એ ધીરે-ધીરે માથું ઊંચકવાનું ચાલુ કર્યુ છે, ત્યાં જ એક ભયજનક સમાચાર સામે આવ્યા છે.
યુરોપીયન દેશ UKમાં અત્યાર સુધીનાં સૌથી વધુ કોરોના કેસ નોંધાવા પામ્યા છે. એક જ દિવસમાં અહીં 78,610 કેસ સામે આવ્યા છે. સમગ્ર વિશ્વ માટે આ એક ખતરાની ઘંટી સમાન છે.
UK records highest-ever daily number of coronavirus cases: AFP
— ANI (@ANI) December 15, 2021
મહત્વનું છે કે, UK માં ઓમિક્રોન પણ ધીરે-ધીરે પગપેસારો કરી રહ્યો છે. સાથે જ સ્થાનિક સત્તાધારીઓનાં જણાવ્યા મુજબ હોસ્પિટલાઇઝેશનનો આંક પણ વધવા પામ્યો છે. રોજ હજારો લોકો કોરોના પોઝિટિવ થઇ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ રહ્યા છે.
UK માં Omicron થી થયું હતું પ્રથમ મોત
મહત્વનું છે કે, ગતરોજ UK માં Omicron ને કારણે પ્રથમ મોત થયાનાં સમાચાર સામે આવ્યા હતા. ત્યારે કોરોના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, હજી પણ દુનિયાએ સાવચેત રહેવાની જરૂર છે.
Omicron is spreading at a rate we have not seen with any previous variant. I need to be very clear: vaccines alone will not get any country out of this crisis.
It’s not vaccines instead of masks, distancing, ventilation or hand hygiene.
Do it all. Do it consistently. Do it well. pic.twitter.com/YAVfJXsviQ— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 14, 2021