છેલ્લાં બે મહિનામાં ઘણાં દેશોનાં નેતાઓ ભારતની મુલાકાત લઇ ચૂક્યા છે, ત્યારે વધુ એક દેશનાં વડાપ્રધાન ભારતની મુલાકાતે આજરોજ પધાર્યા છે. ટુરિસ્ટ કન્ટ્રી તરીકે જાણીતાં એવા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ આજથી ભારતની મુલાકાતે છે. તેઓ 7 દિવસનાં ભારતીય પ્રવાસે છે, જેમાં તેઓ ગુજરાત અને પવિત્ર યાત્રાધામ કાશીની પણ મુલાકાત લેશે.
At the invitation of PM Narendra Modi, Pravind Kumar Jugnauth, Prime Minister of Mauritius, accompanied by his spouse Kobita Jugnauth and a high-level delegation, will visit India from April 17 to 24: Ministry of External Affairs
(File Pic) pic.twitter.com/Xl3KlEQZkw
— ANI (@ANI) April 16, 2022
પીએમ જુગનાથ 17 થી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથની સાથે તેમની પત્ની કોબિતા જુગનાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.
દિલ્હીની સાથે પીએમ જગન્નાથ ગુજરાત અને વારાણસીની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વાઇબ્રન્ટ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. ગુજરાત મુલાકાત પર તેમનું ખાસ ફોકસ હશે, તેવું વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.