સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ ડિવોર્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગે છે. પહેલાં નાગ ચૈતન્ય અને સામંથા અને હવે પ્રખ્યાત તમિલ એક્ટર ધનુષે ડિવોર્સ જાહેર કર્યા છે. ધનુષનાં લગ્ન સુપરસ્ટાર રજનીકાંતની દિકરી ઐશ્વર્યા સાથે થયા હતા. ત્યારે ગતરોજ ધનુષે ટ્વિટર પર આ અંગે માહિતી શેર કરી છે.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
ધનુષે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે 18 વર્ષની જર્ની કે જેમાં સારા મિત્રો, કપલ અને માતા-પિતાનો રોલ નિભાવ્યા બાદ હવે છૂટા પડવું જરૂરી લાગ્યું કારણકે અમારા રસ્તા અલગ છે. અમારા આ નિર્ણયને માન આપજો.
મહત્વનું છે કે, 18 નવેમ્બર 2004માં આ કપલનાં લગ્ન થયા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન ધનુષ અને ઐશ્વર્યા ભેગા થયા હતા અને ત્યારબાદ મુલાકાતો વધતી ગઇ. ધનુષની બહેન ઐશ્વર્યાની સારી મિત્ર હતી. ત્યારબાદમ મીડિયામાં વાત પહોંચતા આખરે બંને પરિવારની સંમતિથી કરોડોનાં ખર્ચે ધામધૂમથી લગ્ન થયા હતા.