Friday, June 9, 2023
Google search engine
HomeSportsફેબ્રુઆરી 2022માં કમબેક કરશે આ ભારતીય સ્ટાર ક્રિકેટર, જાણો...

ફેબ્રુઆરી 2022માં કમબેક કરશે આ ભારતીય સ્ટાર ક્રિકેટર, જાણો…

હાલમાં ચાલી રહેલાં T-20 વિશ્વ કપમાં ભારતે બે પરાજય મેળવ્યા છે, ત્યારે ટીમની ઘણી આલોચના થઇ રહી છે. આ સાથે જ જૂની ભારતીય ટીમ સાથે તેની સરખામણી થઇ રહી છે. ત્યારે આવા માહોલ વચ્ચે સૌના પ્રિય અને એક વખતના સ્ફોટક ઓલરાઉન્ડર એવા યુવરાજ સિંહે ક્રિકેટમાં કમબેક કરવાની વાત કરી છે.

પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વીડિયો પોસ્ટ કરતાં તેઓ લખે છે, “ભગવાન તમારી ડેસ્ટિની નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફેબ્રુઆરીમાં પાછો ફરીશ. આથી વિશેષ ફિલીંગ કોઇ હોઇ ન શકે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર, તે મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. ભારતને સપોર્ટ કરતાં રહો અને આવા ટફ ટાઇમમાં એક સાચા ફેન તરીકે સપોર્ટ કરો. 👊🏽 #jaihind

2019 માં જાહેર કરી હતી નિવૃત્તિ

મહત્વનું છે કે, યુવરાજ સિંહ 2015નાં વિશ્વકપ પછીથી આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓછા જોવા મળ્યા હતા અને આખરે 2019માં નિવૃત્તિ જાહેર કરી હતી. આ પહેલાં પણ કેન્સરને કારણે તેઓ ઘણો સમય ક્રિકેટથી દૂર રહ્યા હતા. 2011 નાં વિશ્વકપ જીતાડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments