છેલ્લાં કેટલાંય સમયમાં ભારતમાં પ્રાદેશિક ફિલ્મો અને પ્રાદેશિક ભાષામાં રિલીઝ થતી અન્ય ભાષાની ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. તેમાં ખાસ કરીને સોશિયલ મીડિયા મહત્વનો ફાળો ભજવી રહ્યું છે, ત્યારે આજરોજ Sony Pictures દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે.
આ ટ્વિટ અંતર્ગત, બાળકોનાં ફેવરિટ સુપરહીરો સ્પાઇડરમેનની આગામી ફિલ્મ SpiderVerse અંગ્રેજીની સાથે હિન્દી અને અન્ય 8 પ્રાદેશિક ભાષામાં રિલીઝ થશે.
10 languages, 1 emotion.
For the first time, #SpiderVerse is coming to India in 10 languages! Watch Miles in Spider-Man: Across the #SpiderVerse on June 2nd.
Releasing pan-India in English, Hindi, Tamil, Telugu, Punjabi, Gujarati, Marathi, Bengali, Kannada & Malayalam. pic.twitter.com/9nvo7pftEg
— Sony Pictures India (@SonyPicsIndia) April 10, 2023
સ્પાઇડરમેનની આ ફિલ્મ તામિલ, તેલુગુ, ગુજરાતી, પંજાબી, મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડા ભાષામાં રિલીઝ થશે. ત્યારે તેની એક નાનકડી ક્લિપ દરેક ભાષામાં શેર કરવામાં આવી છે.