IPL 2022નું હાલ ઓક્શન ચાલી રહ્યું છે, ત્યારે લખનૌની ટીમે વધુ ત્રણ ખેલાડી પોતાનાં બકેટમાં એડ કર્યા છે. આ ખેલાડીઓમાં કે.એલ.રાહુલ, રવિ બિશ્નોઇ અને ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્કસ સ્ટોઇનિસનો સમાવેશ થાય છે. ત્યારે કે.એલ. રાહુલ ટીમની લીડ સંભાળે, તેવી સંભાવના છે.
30 કરોડમાં 3 ખેલાડી
આ પહેલાં લખનૌએ કે.એલ. રાહુલને 18 કરોડ ઓફર કર્યાની વાત હતી, ત્યારે આજરોજ કન્ફર્મ થયું છે કે કે.એલ. રાહુલને 15 કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જ્યારે માર્કસ સ્ટોઇનિસને 11 કરોડ અને રવિ બિશ્નોઇને 4 કરોડમાં ખરીદ્યા છે.
આ ત્રણ ખેલાડી બાદ હવે લખનૌ પાસે ખર્ચ કરવા માટે 60 કરોડ જ વધ્યા છે. આ પહેલાં કે.એલ. રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહ્યા હતા, જેમાં તેઓ 2018માં જોડાયા હતા. પોતાના IPL કરિયરની શરૂઆત તેમણે 2013માં કરી હતી.
આ પહેલાં અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને ઇશાન કિશનને પોતાની ટીમમાં સમાવ્યા છે. રાશિદ ખાનને સ્ટાર પ્લેયર ગણવામાં આવે છે, જેના કારણે તેમના પર સૌથી મોટી બિડ થઇ હતી.