થોડાં વખત પહેલાં જ Instagram પર એક નવું ફિચર એડ કરવામાં આવ્યું છે- Add Yours… આ ફિચર થકી લોકો પોતપોતાની મનગમતી પ્રવૃત્તિ એડ કરી બીજા યુઝર્સને તેમાં સ્ટોરી પોસ્ટ કરવા પ્રેરિત કરી શકે છે. ત્યારે ‘Plant a Tree (@plantatreeco)’ દ્વારા આ જ ફિચરનો ઉપયોગ કરી એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું- “We’ll plant 1 tree for every pet picture.”
10 મિનિટ પછી સ્ટોરી ડિલિટ કરી પરંતુ…
જોકે, આ સ્ટોરી પોસ્ટ કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે જો આ ફિડ લાખો લોકો સુધી પહોંચશે તો તેમના માટે અઘરું થઇ જશે, કારણકે એટલા રિસોર્સીસ તેમની પાસે નથી અને 10 મિનિટ પછી સ્ટોરી ડિલિટ કરવામાં આવી. પરંતુ, ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું.
View this post on Instagram
આ સ્ટોરીને ઘણાં લોકો ફોરવર્ડ લઇ ગયા અને જોતજોતામાં મિલિયનથી વધુ વખત રિપોસ્ટ થઇ. આ ટેક્નીકલી બગ હોવાની વાત કરીને તેમણે Instagram ને પણ ધ્યાન દોર્યુ હતું. પરંતુ, હવે જે લાખો પોસ્ટ થઇ તેનું શું કરવું? ત્યારે તેમણે Trees for the Future કે જે આ જ બાબતે કામ કરે છે, તેના માટે ફન્ડરેઇઝ કરવાનું ચાલુ કર્યુ, જેના થકી તેઓ ખરેખર 4 મિલિયન વૃક્ષો એટલે કે 40 લાખ વૃક્ષો રોપી શકે.
હાલમાં, આ ફન્ડરેઇઝર પ્રોગ્રામમાં 2800 પાઉન્ડ કલેક્ટ થયા છે અને હજી પણ તે ચાલુ છે. આ ઘટનાને પગલે Meta નાં એક પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું કે ‘We’ll plant one tree for every pet picture’ ટ્રેન્ડ દર્શાવે છે કે કઇ રીતે Instagram Community એક કેમ્પેઇનને વાઇરલ કરી શકે છે.