બાહુબલી ફેમ પ્રભાસની આગામી ફિલ્મ Radhe Shyam પહેલેથી ચર્ચામાં છે, ત્યારે ફિલ્મમાં વધુ એક બોલિવુડ અભિનેત્રીની એન્ટ્રી થઇ છે. જી હાં, આ અભિનેત્રી બીજું કોઇ નહીં પરંતુ ભાગ્યશ્રી છે. સલમાન ખાન સાથે ‘મેને પ્યાર કિયા’માં તેઓ જોવા મળ્યા હતા.
The world is a stage…and we all must play our part.
My first day of #RadheShyamThank you @manojdft for this amazing shot.#film #filmshoot #flashbackfriday #granduer #largerthanlife #shoot #shooting #shootset #Prabhas20 #waitforit @director_radhaa#prabhas@UV_Creations pic.twitter.com/QV6Aeu0jtC
— bhagyashree (@bhagyashree123) November 26, 2021
ફિલ્મનાં સેટ પરનો ફોટો શેર કરતાં તેમણે જણાવ્યું કે, આ વિશ્વ એક રંગમંચ છે અને આપણે સૌએ આપણો રોલ નિભાવવો જોઇએ. #RadheShyam માં મારો પહેલો દિવસ!
આ પહેલાં તેઓ કંગના રનૌતની સાથે થલૈવી ફિલ્મમાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, પ્રભાસ સ્ટારર રાધે શ્યામ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં છે. આ ફિલ્મની વાર્તા રાધા ક્રિષ્ના કુમારે લખી છે અને તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. 350 કરોડનાં ભારે ભરખમ બજેટવાળી ફિલ્મ આગામી ઉત્તરાયણનાં રોજ રિલીઝ થશે.
Radhe Shyam નું ટીઝર