બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફએ તાજેતરમાં જ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટાઇગર શ્રોફે પોતાની અપકમિંગ ફિલ્મ ‘હીરોપંતી 2’નું ટ્રેલર લોન્ચ કર્યું.
ફિલ્મમાં ટાઇગરની હિરોઈનનું પાત્ર ભજવી રહેલી ગોરજીયસ તારા સુતરિયા પણ ટ્રેલર લૉન્ચમાં હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે ટાઈગરે ‘હીરોપંતી’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.
હવે આ જ સિરીઝની બીજી ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થવા જય રહી છે. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત, હીરોપંતી 2 રજત અરોરા દ્વારા લખવામાં આવી છે અને સંગીત એ.આર.રહેમાને કંપોઝ કર્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.