વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે કેટલાંક સેક્ટરોમાં તેજીનો માહોલ છે, તો કેટલાંક સેક્ટર હજી પણ માંદા છે. ત્યારે તાજેતરમાં પ્રખ્યાત જાપાનીઝ કાર કંપની ટોયોટાએ પોતાના પાંચ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન અટકાવવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે વૈશ્વિક સ્તરે સેમી-કન્ડક્ટર ચીપની અછતને કારણે પોતાનું ઉત્પાદન અટકાવવાનો નિર્ણય લીધો છે. ચીપની કમીને કારણે ઘણી કાર કંપનીઓનાં પ્રોડક્શન પર અસર થઇ છે અને તેના કારણે ડિલીવરીમાં પણ મોડું થઇ રહ્યું છે, જેને કારણે ગ્રાહકોને પણ અસર થઇ રહી છે.
આગામી જાન્યુઆરી, 2022માં કંપનીનો ટાર્ગેટ 8 લાખ કાર મેન્યુફેક્ચર કરવાનો છે, જ્યારે વાર્ષિક ટાર્ગેટ 90 લાખ કારનો છે. ભારતનાં આંકડાઓની વાત કરીએ તો નવેમ્બર, 2021માં કંપનીએ કુલ 13,003 કાર વેચી હતી, જે નવેમ્બર, 2020 કરતાં 53% વધારે છે. સાથે જ ઓક્ટોબર 2021માં કંપનીએ કુલ 12,440 કાર વેચી હતી. આમ, ટોયોટાનાં વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, ત્યારે આ સમાચાર કંપનીનાં શેર્સ પર પણ અસર કરી શકે છે.