સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ અને જેની ખાસા સમયથી રાહ જોવાતી હતી, તે ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું ટ્રેલર આજરોજ લોન્ચ થયું છે.
ફિલ્મની વાર્તા કમાટીપુરાની ગંગુબાઇ પર આધારિત છે, જે મુંબઇનો રેડલાઇટ એરિયા ગણાય છે. ફિલ્મનો પ્લોટ હુસૈન ઝૈદી લિખિત Mafia Queens of Mumbai પરથી લેવામાં આવ્યો છે. કાઠિયાવાડની એક સામાન્ય છોકરીમાંથી કઇ રીતે ગંગુબાઇ કમાટીપુરા પર પોતાનું સામ્રાજ્ય બનાવે છે અને સાથે જ કમાટીપુરાની મહિલાઓ માટે સારા કામ કરે છે, તે આ ફિલ્મમાં જોવા મળશે.
બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં Berlinale Speciale Gala Section અંતર્ગત આ ફિલ્મનું પ્રિમિયર યોજાશે.
આલિયા ભટ્ટની સાથે જોવા મળશે આ ખાસ એક્ટર્સ
આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિજય રાજ, સીમા પાહવા, શાંતનુ મહેશ્વરી જોવા મળશે, જ્યારે અજય દેવગન કેમિયો રોલમાં જોવા મળશે.