તેલુગુ સુપરસ્ટાર Allu Arjun ની આગામી ફિલ્મ કે જે મોસ્ટ અવેઇટેડ પ્રોજેક્ટ ગણાય છે, તે Pushpa ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. મહત્વનું છે કે, ફિલ્મનું મુખ્ય ટ્રેલર 6ઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થવાનું છે.
મલ્ટી સ્ટારર ફિલ્મ છે Pushpa
મહત્વનું છે કે, સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સનાં મહત્વનાં પ્રોજેક્ટમાંથી Pushpa: The Rise એ મોસ્ટ અવેઇટેડ છે. ફિલ્મની વાર્તા સુકુમાર દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં Allu Arjun ની સાથે સુપરસ્ટાર એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ જોવા મળશે. સાથે મલયાલી એક્ટર ફહાદ ફાઝિલ આ ફિલ્મથી તેલુગુ ડેબ્યુ કરશે.
ફિલ્મનું સંગીત દેવીશ્રી પ્રસાદે આપ્યું છે. આ ફિલ્મનો પ્લોટ આંધ્ર પ્રદેશનાં રાયલસીમા પ્રદેશમાં થતાં લાલ ચંદનની તસ્કરી પર આધારિત છે.
આ ફિલ્મ 17મી ડિસેમ્બરનાં રોજ તેલુગુ સહિત તમિલ, મલયાયલમ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ થશે.