Friday, June 9, 2023
Google search engine
HomeSportsU-19 વર્લ્ડકપ: પાકિસ્તાનના કેપ્ટને સદી ફટકારી અને પાંચ વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ...

U-19 વર્લ્ડકપ: પાકિસ્તાનના કેપ્ટને સદી ફટકારી અને પાંચ વિકેટ ઝડપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાન અંડર-19 ટીમના કેપ્ટન કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ પાંચમા નંબર માટે રમાયેલી પ્લે ઓફ મેચમા એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમા સદી અને પાંચ વિકેટ લઇને યુથ વન-ડે ઇન્ટરનેશનલમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ 80 બોલમા 135 રનની ઇનિંગ રમી હતી ત્યારબાદ 10 ઓવરમાં 37 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

પ્લે ઓફ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 238 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 365 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 127 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. પાકિસ્તાન તરફથી કેપ્ટન કાસિમ અકરમ અને હસીબુલ્લાહ ખાને સદી ફટકારી હતી. કાસિમ અકરમે 80 બોલમાં 135 રન અને હસીબુલ્લાહે 151 બોલમાં 136 રન ફટકાર્યા હતા. કાસિમે પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.

પાકિસ્તાન ઓપનર હસીબુલ્લાહે નવ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સાથે જ ઓપનર મોહમ્મદ શહઝાદે 73 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગી દારી કરી હતી તો બીજી વિકેટ માટે કાસિમ અકરમ અને હસીબુલ્લાહે 229 રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકાને 366 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

જેના જવાબમાં શ્રીલંકાના બેટ્સમેનોએ કાસિમ અકરમની બોલિંગ સામે સરેન્ડર કરી દીધું હતું. શ્રીલંકાની પ્રથમ છ વિકેટ 50 રનની અંદર ગુમાવી દીધી હતી. જેમાં કાસિમે પાંચ ઝડપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments