પાંચ રાજ્યોમાં ઇલેક્શનનાં બ્યૂગલ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક પક્ષ પોતપોતાની રીતે કમર કસી રહ્યો છે. સૌથી મહત્વનું રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં હાલનાં શાસક પક્ષ ભાજપે બે પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે.
भाजपा ने आज उ.प्र. के अपने दो महत्वपूर्ण सहयोगी @ApnaDalOfficial तथा निषाद पार्टी के साथ उ.प्र. चुनाव का गठबंधन किया है।
2022 के उ.प्र. विधानसभा चुनाव में आदरणीय PM श्री @narendramodi जी के नेतृत्व में भाजपा गठबंधन दो-तिहाई से अधिक सीटें जीतकर प्रचंड बहुमत की सरकार बनाएगी। pic.twitter.com/jVl8qWdG0S
— Yogi Adityanath (@myogiadityanath) January 19, 2022
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અપના દલ અને નિષાદ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આજરોજ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે આગામી ઇલેક્શનમાં ભાજપ અને સાથી પક્ષો બે તૃતિયાંશ બહુમત સાથે પ્રચંડ વિજય મેળવશે.
મહત્વનું છે કે, નિષાદ પક્ષ અને અપના દલનાં વડા અનુક્રમે સંજય નિષાદ અને અનુપ્રિયા પટેલ આ ખાસ બેઠકમાં હાજર હતા અને હવે ભાજપ સાથે મળીને તેઓ ચૂંટણી લડશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં કુલ 403 સીટમાંથી ભાજપ 297 સીટ પર બિરાજમાન છે, જ્યારે સાથી પક્ષ અપના દલ 7 સીટ પર છે. જ્યારે વિરોધી પક્ષમાં સમાજવાદી પાર્ટી મહત્વનો હિસ્સો ધરાવે છે, જેમની કુલ 70 સીટ છે. કોંગ્રેસની આ રાજ્યમાં ફક્ત 3 જ સીટ છે, જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની 4 જ સીટ છે. કોંગ્રેસ કુલ 7 સીટ જીત્યુ હતું, જેમાંથી 4 MLA હાલ સસ્પેન્ડેડ છે.
સંજય નિષાદનું છે પ્રભુત્વ
મહત્વનું છે કે, સંજય નિષાદ એ 2016માં NISHAD (Nirbal Indian Soshit Hamara Aam Dal) પાર્ટીની રચના કરી હતી, જેઓ હાલ જ્ઞાનપરુ સીટ પરથી વર્તમાન MLA છે.