કોરોનાની ગતિ જેમ વધવા લાગી તેમ હવે ફરીથી સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણનો તહેવાર નજીક છે, ત્યારે સરકારે તેના માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે, જેનું ખાસ પાલન કરાવવામાં આવશે.
- ધાબાં પર સગાં-વ્હાલા ભેગા કરી શકાશે નહીં
- પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખવા નહીં અને લાઉડ-સ્પીકરનો ઉપયોગ કરવો નહીં
- જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો ખવડાવવો નહીં
- ડ્રોન વડે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે
- ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલનાં વપરાશ પર પ્રતિબંધ
અમદાવાદમાં કોરોનાની રોકેટગતિ
છેલ્લાં નવેમ્બર અને ડિસેમ્બરનાં કુલ કેસનો આંકડો કરીએ તેનાથી વધારે કેસ ફક્ત હવે એક જ દિવસમાં આવી રહ્યા છે, ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
ગુજરાતમાં પણ હવે રોજનાં 5 હજારથી વધુ કેસ આવી રહ્યા છે, જ્યારે સુરત અને અમદાવાદની હાલત પણ ગંભીર છે, ત્યારે સરકાર દ્વારા આ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.