વલસાડમાં તાજેતરમાં એક ઘટના સામે આવી છે. એક પરિવારનાં લગ્ન પ્રસંગમાં થોડું મોડું થઇ જતાં કરફ્યુ ભંગ બદલ પોલીસે સમગ્ર પરિવારને જપ્ત કર્યો હતો અને વર-વધુને પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી.
લગ્ન કરીને પ્રથમ રાત વિતાવી પોલીસ સ્ટેશનમાં, જાણો ગુજરાતની અનોખી ઘટના- The Mailer India#Valsad #Gujarat #nightcurfew pic.twitter.com/7PYzWfKjjj
— The Mailer (@themailerIndia) January 25, 2022
પોલીસે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપ
પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા તે દુલ્હાએ જણાવ્યું કે તેમની સાથે કરફ્યુ ભંગ બદલ પોલીસ સ્ટેશન લઇ જવાયા અને ડિટેઇનિંગનાં નામે ગેરવર્તણૂક પણ કરવામાં આવી. સાથે જ પોલીસે દુલ્હાને લાફો પણ માર્યો હતો, તેવા આક્ષેપો થયા છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાતમાં આની ચર્ચા થઇ રહી છે.
પાવરફૂલ લોકો સામે કેમ નથી ચાલતો પાવર?#gujrat #valsad #valsadpolice #nightcurfew
Fail #Valsadpolice pic.twitter.com/UXaxgeVSzm— jignesh navadiya (@JigneshNavadiya) January 25, 2022
મહત્વનું છે કે, ગુજરાત ડીજીપી દ્વારા કરફ્યુની કડક અમલવારીનાં આદેશ અપાયા હતા, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં લગ્નગાળો ચાલતો હોવાથી ક્યાંક ને ક્યાંક લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે વલસાડમાં આવી ઘટના બન્યા બાદ લોકોમાં પોલીસ પ્રત્યે રોષનો માહોલ છે.
પરિવારનો આક્ષેપ છે કે જે લોકોએ પંદર દિવસ કે મહિના પહેલાં લગ્ન નક્કી કર્યા છે અને કંકોત્રી વહેંચાઇ ગઇ છે, ત્યારે અચાનક સરકાર કાયદા બદલે અને કરફ્યુ લાદે, તેમાં સામાન્ય માણસ ક્યાં જાય? સાથોસાથ મોટા ઇન્ડ્રસ્ટ્રીયાલિસ્ટ અને નેતાઓ સામે આ જ પોલીસ ગાઇડલાઇનનું પાલન કરાવી શકતી નથી તો સામાન્ય માણસને દંડ કેમ?