રાજકોટઃ ભારતીય ક્રિકેટને પોતાના એક પૂર્વ ક્રિકેટરને ગુમાવી દીધા છે. ભારતના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાસિંહજી જાડેજાનું મંગળવારે કોરોનાને કારણે અવસાન થયું છે. મહત્વનું છે કે, અંબાપ્રતાપસિંહજી કે જેઓ 69 વર્ષના હતા, તેમના નિધનનાં સમાચાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (SCA) એ આપ્યા છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને નિવેદન જાહેર કરી કહ્યું- સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘમાં દરેક સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે. તેમનું નિધન આજે કોરોના બીમારીને કારણે વલસાડમાં થયું છે. મૂળે જામનગરના એવા અંબાપ્રતાપસિંહજી જાડેજા ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન હતા.
પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન અંબાપ્રતાપસિંહજીએ સૌરાષ્ટ્ર તરફથી 8 રણજી મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત DSP હતા. જાડેજાએ આઠ રણજી મુકાબલામાં 11.11ની એવરેજથી 100 રન બનાવ્યા. તો બોલિંગમાં તેમણે 17ની એવરેજથી 10 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા તેમણે આઠ રણજી મેચ રમી હતી.