ગાંધીનગર: ગુજરાતમાં કૂદકે ને ભૂસકે કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર હતા. જેમાંથી Vibrant Summit 2022 મહત્વનો હતો. જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ સમિટ મોકૂફ રાખવામાં આવી છે.
#Omicron: Gujarat Govt postpones 10th Vibrant Gujarat Global Summit to be held from January 10 to January 12
— ANI (@ANI) January 6, 2022
મહત્વનું છે કે, આ સમિટ આગામી 10મી તારીખથી 12 જાન્યુઆરી સુધી યોજાનાર હતું. ત્યારે આજરોજ સરકારે તે મોકૂફ રાખ્યાની જાહેરાત કરી છે. આ સાથે જ અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો પર પણ સવાલ થઇ રહ્યા છે કે શું મ્યુનિસિપલ કોર્પોરેશન તે રદ કરશે કે ચાલુ રાખશે.