એક તરફ લોકોને સાંત્વનાની જરૂર છે, તો બીજી તરફ શહેરનું રંગ-રોગાન અને ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે. ત્યારે જનતા કહી રહી છે, જો વડાપ્રધાનની એક મુલાકાતથી આટલો ફરક પડતો હોય, તો ભગવાન કરે ને દર મહિને વડાપ્રધાન આંટો મારે અને શહેરોનો વિકાસ થતો રહે.
मोरबी की सड़कें, सिर्फ Red Carpet बाकी है.. pic.twitter.com/Ykp7g82L4R
— Srinivas BV (@srinivasiyc) November 1, 2022
ગતરોજ વડાપ્રધાન મોરબી આવવાનાં છે, તે જાહેરાત બાદ જ જાણે મોરબી શહેર અને ખાસ તો મોરબી સિવિલ હોસ્પિટલની સિકલ બદલાવાની શરૂ થઇ ગઇ. રાતોરાત કલરકામ, કેબિનો બનવાનું અને વોટરકૂલર લગાવવાનાં કામ થયાં.
વડાપ્રધાન અને ભાજપનાં આવા પગલાં પર વિપક્ષે મજબૂતાઇથી વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે આ મામલે ગુજરાતનાં મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ મોરબી સિવિલ હોસ્પિટલનાં રંગ-રોગાન મામલે સામાન્ય લોકોએ પણ સરકારને આડે હાથ લીધું છે.
BJP की Gujarat में इतनी बुरी हालत है कि PM Modi जी को Sukesh Chandrashekhar जैसे Conman के सहारे की ज़रूरत पड़ रही है#Morbi हादसे को दबाने के लिए ये लेकर आए हैं, आज अचानक TV से मोरबी गायब
Punjab चुनाव से पहले Kumar Vishwas को लेकर आए थे, क्या हुआ आपने देखा
—CM @ArvindKejriwal pic.twitter.com/cVdEwZVI1z
— AAP (@AamAadmiParty) November 1, 2022
સિવિલ હોસ્પિટલને મેટરનિટી વોર્ડની જેમ શણગારી!
વડાપ્રધાને હોસ્પિટલની મુલાકાત લીધી, એ સમયનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર થયાં છે, જેમાં હોસ્પિટલની દિવાલો પર બાળકો અને કાર્ટૂનનાં પોસ્ટર છે. ત્યારે લોકોએ સવાલ કર્યા કે આવું કેવું ગાંડપણ કે હોસ્પિટલને સારી બતાવવાનાં ચક્કરમાં લોજીક જ ભૂલાઇ ગયું.