કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથેનાં સંબંધોને કારણે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ હાલ વિવાદોમાં છે, ત્યારે તેની વધુ એક તસવીર વાયરલ થઇ છે, જેણે ફરીથી સવાલો ઊભા કર્યા છે.
મહત્વનું છે કે, અભિનેત્રી 200 કરોડની છેતરપિંડી કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્કેનર હેઠળ છે.
થોડાં સમય પહેલાં જ આ બંનેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં જેક્લિન સુકેશને કિસ કરતી જોવા મળે છે, ત્યારે આજરોજ વધુ એક ફોટો વાયરલ થયો છે, જેમાં સુકેશ અને જેક્લિન જોડે છે અને જેક્લિનનાં ગળા પર લવબાઇટ જોવા મળી રહ્યું છે.
આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે અને લોકો જેક્લિન ફર્નાન્ડિઝ વિશે ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર જેક્લિન અને સુકેશ વચ્ચે કોઇ ગાઢ સંબંધો છે કે પછી જેક્લિનનાં દાવા ખોટા છે.