ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી મેચ દરમિયાન અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ મેદાનમાં મેચ માણવા માટે હાજર હતા, ત્યારે એક શોટ દરમિયાન કેમેરામેને અનુષ્કા અને વામિકાને કેપ્ચર કરી હતી. પછી તો જોઇએ શું? Instagram અને Twitter પર રાત સુધીમાં તો તસવીર વાયરલ થઇ ગઇ કે વિરાટ કોહલીની દિકરી ડિટ્ટો એના જેવી લાગે છે.
આ પહેલાં વિરાટ કોહલીએ વામિકાની તસવીર શેર કરી નહોતી, ન તો જાહેરમાં ક્યાંય તે જોવા મળી હતી. આ કારણે વિરાટ કોહલીએ આજરોજ Instagram પર સ્ટોરી શેર કરી છે, જેમાં લખ્યું છે કે વામિકાની તસવીરો ક્યાંય શેર ન કરવી. તેના માટે પહેલાં જે કારણ આપવામાં આવ્યું હતું, તેને ધ્યાનમાં રાખીને આ રિક્વેસ્ટ છે.
મહત્વનું છે કે, વિરાટ કોહલી કે અનુષ્કાએ આ પહેલાં વામિકાની તસવીરો ક્યારેય શેર કરી નથી. તેથી મીડિયામાં અને લોકોમાં કુતૂહલ હતું કે આ સેલેબ્રિટી કપલનું સંતાન કેવું દેખાય છે! સાથે જ વિરાટ કોહલીએ જણાવ્યું કે તેમને ઓફ ગાર્ડ પકડવામાં આવ્યા, અનુષ્કાને ખબર નહોતી કે કેમેરા તેમના પર છે.
આ ઘટનાને પગલે ફેન્સ પણ નારાજ થયા છે. તો ઘણાં લોકોએ ટિપ્પણી પણ કરી છે કે, જો એવું જ હોય તો મેદાનમાં વામિકાને લઇને આવવાની જરૂર નહોતી.
Sky sports reveal vamika face 😱
That's not right way 😑 @imVkohli @AnushkaSharma #vamika pic.twitter.com/RgWMwZvN7B— Pranab Halder 🇮🇳 (@Pranabhofficial) January 23, 2022
જોકે, આ બધા વચ્ચે કાલની મેચમાં જ રાષ્ટ્રગીતનાં ગાન વખતે વિરાટ કોહલી ચ્યુઇંગ ગમ ખાઇ રહ્યા હતા, તે બાબતે કોઇ રિએક્શન ન આવતાં લોકોએ સોશિયલ મિડિયા પર ટિપ્પણી કરી છે. લોકોએ કહ્યું કે ભૂતપૂર્વ કેપ્ટનને આવું બિહેવિયર ન શોભે.