- કેટલાંક ડેમોમાં પાણીની સપાટી યોગ્ય કરતાં ઉપર પહોંચતા હાઇએલર્ટ પર
- સતત વરસાદને પગલે રાજ્યભરનાં જળાશયો છલકાયા
રાજકોટ: સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં પડેલા સતત વરસાદને કારણે ડેમોમાં પાણીના સ્તરમાં આશ્વર્યજનક વધારો જોવા મળ્યો છે. ભાવનગર, રાજકોટ સહિતનાં મોટાભાગનાં જિલ્લામાં વરસાદે બે દિવસથી માજા મૂકી છે, ત્યારે પાણીની ચિંતા દૂર થતી જોવા મળી છે.
સૌરાષ્ટ્રમાં આટલાં ડેમો હાઇએલર્ટ પર
7 જિલ્લાનાં 81 ડેમોમાંથી કુલ 36 ડેમમાં જળ-સ્તરમાં વધારો થયો છે, જ્યારે ત્રણ ડેમમાં ઓવરફ્લો જોવા મળ્યો છે. ત્યારે અમરેલીનાં ધાતરવાડી, બોટાદમાં ખંભાડા ડેમ, રાજકોટમાં વેરી તો ભાવનગરમાં ખારી ડેમમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.
Few dams in Saurashtra overflow after two days of heavy rains in Gujarat. #heavyrains pic.twitter.com/sZReQC9s57
— Rajiv Pathak (@wildraj) September 9, 2021
આ સાથે જ અમરેલીનો સૂરજવાડી, ખોડિયાર અને ધાતરવાડી-2, ભાવનગરનો શેત્રુંજી, જૂનાગઢનો બાંટવા-ખારો, રાજકોટનો આજી-2, ગીર-સોમનાથનો રાવલ, મોરબીનો મચ્છુ-2 ડેમ હાલ હાઇએલોર્ટ પર છે.
સૌરાષ્ટ્ર સિવાયની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનાં પણ કેટલાંક ડેમ 20 થી 25% જેટલાં ભરાવા પામ્યા છે, ત્યારે ખેડૂતો ચિંતામુક્ત થયા છે. જોકે, હજી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ છૂટોછવાયો છે. જ્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા દસ દિવસોમાં હજી મુશળધાર વરસાદ વરસે તેવી વકી છે. રાજ્યનાં મહત્વનાં એવા સરદાર સરોવર ડેમમાં પણ 50% પાણી ભરાયું છે.