રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીઓ બહાર પાડવામાં આવી છે. સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી) વર્ગ- 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 3437 જેટલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવ્યા છે.
આ જ છે ગુજરાતના વિકાસ મોડેલ ની વાસ્તવિકતા,
"કહેવાતા ડિજિટલ ગુજરાતમાં નોકરી વાંચ્છુકો ઉમેદવારી કરવાથી વંચિત."
સરકાર સર્વર અને સેવેદના ની એરર ને દૂર કરે અને મહેનતુ વિદ્યાર્થીને ને લોગ ઈન થવા દે..#GPSSB_Form_Error@brijeshmeja1 @Bhupendrapbjp @jitu_vaghani @devanshijoshi71 pic.twitter.com/5qlTgTFFd6
— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 13, 2022
આ અંતર્ગત, ઉમેદવારોએ તારીખ 28 જાન્યુઆરી, 2022 થી 15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે અને વેબસાઇટમાં ખામી સર્જાઇ છે.
તલાટી કમ મંત્રીમાં પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા અને રસ ધરાવતા ઉમેદવારોએ 28 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ કર્યું છે. જેમાં ઘણા બધા ઉમેદવારો વહેલી તકે ફોર્મ ભરીને તેની તૈયારીમાં લાગી ગયા હતા. ઘણાં ઉમેદવાર હજુ ફોર્મ ભરવામાં અંતિમ તારીખની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે ફોર્મ ભરવામાં માટે માત્ર બે દિવસ જ બાકી છે. તલાટી કમ મંત્રીના ભરતીની ફોર્મની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ફોર્મ ભરવામાં બાકી રહેલાં ઉમેદવાર માટે હવે મોટી ચિંતા ઉભી થઈ ગઇ છે.
છેલ્લા અઠવાડિયાથી ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારો કલાકો કમ્પ્યુટર કે મોબોઇલની સ્કીન સામે તાક્યા રહે છે. વેબસાઈટમાં ટેક્નિકલ ખામી થઇ રહ્યા હોવાનું ઉમેદવારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ઉમેદવારોનું કહેવું છે કે, વેબસાઈટમાં લોડ પડે છે અને એરર પણ આવી રહ્યી છે. ફોર્મ ભરતી વખતે અરજીમાં સમગ્ર વિગતો ભર્યા પછી save બટન પર ક્લિક કરતા આગળનું સ્ટેપ ખુલી રહ્યું નથી. રાત્રિના 2 વાગ્યે ફોર્મ ભરવાનો પ્રયાસ કરતા ઉમેદવારને પણ ફોર્મ ભરવામાં એરર આવતા ફોર્મ ભરાયું ન હતું એ વાત સામે આવી છે. હવે ફોર્મ ભરવામાં માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ફોર્મ ભરવામાં બાકી હોય તેવાં ઉમેદવારમાં ચિંતા વર્તાઇ રહી છે. અંતરીયાળ ગામના યુવાનનું ભવિષ્ય આવી ભરતીપ્રક્રિયા પર ટક્યું હોય છે ત્યારે ભરતી પ્રક્રીયાની વેબસાઇટનું સર્વર ડાઉન આવવાની ફરીયાદો વધી જવા પામી છે.
-સંજય ચાવડા