આજરોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટીવ નોંધાય છે. સાથે જ દિલ્હીમાં Omicron નાં કેસ પણ વધી રહ્યા છે, ત્યારે દિલ્હી દ્વારા કોરોનાને પગલે વિકેન્ડ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
આજરોજ થયેલી DDMA ની બેઠકમાં એકવાર ફરીથી વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીકન્ડ કરફ્યૂના નિર્ણય અંગે જાણકારી આપી. આ ઉપરાંત, દિલ્હી સરકારે અન્ય પગલાં પણ લીધા છે.
DDMA has decided to impose a curfew in Delhi on Saturdays and Sundays to curb COVID surge. All govt officials except for those engaged in essential services will work from home. 50% workforce of private offices will work from home: Delhi Deputy CM Manish Sisodia https://t.co/AhRHujg6BF pic.twitter.com/PM47VVE5kG
— ANI (@ANI) January 4, 2022
મહત્વનું છે કે, AIIMS દ્વારા પણ કોરોનાને પગલે ખાસ રજાઓ રદ કરવામાં આવી છે.
નવી ગાઇડલાઇન મુજબ:
- શનિવાર અને રવિવારે દિલ્હીમાં સમગ્રપણે કરફ્યુ રહેશે
- દિલ્હીની સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ રહેશે
- એસેન્શિયલ એટલે કે જરૂરી સેવાઓની ઓફિસો ખુલ્લી રાખી શકાશે
- પ્રાઈવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા પર ચાલશે